
– મહેસાણા અને અમદાવાદના બે શિકારીની ધરપકડ
– સેજકપર સીમમાંથી માંસનો જથ્થો, સેન્ટ્રો કાર અને તીક્ષ્ણ હથિયારો કબજે લેવાયા
સાયલા : સાયલાના સેજકપરમાં નીલગાયનો શિકાર કરતાં મહેસાણા અને અમદાવાદના બે શિકારીની ધરપકડ કરાઇ છે. સાયલા અને મૂળી રેન્જનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી સેજકપર સીમમાંથી માંસનો જથ્થો, સેન્ટ્રો કાર અને તીક્ષ્ણ હથિયારો કબજે લીધા છે.
સાયલાથ સાયલા પંથકમાં લાંબા સમયથી નીલગાયના શિકારની ફરિયાદો વચ્ચે વન વિભાગે મોટી સફળતા મેળવી છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/two-poachers-caught-hunting-nilgai-in-sayla-40174563781.html |
