પાટણ જિલ્લાના રાધનપુર માં આવેલ વલ્લભ નગર પ્રાથમિક શાળા મસાલી રોડના શિક્ષક શ્રી રમણલાલ ગાગાભાઈ પરમાર ઉંમર વર્ષ 46 રહે રાધનપુર તેઓ તેમની સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અંબાજી ખાતે સ્કૂલ પ્રવાસે ગયા હતા

ત્યાં અચાનક ચાલતા ચાલતા પડી જતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૂર્ત જાહેર કર્યા હતા અચાનકથી આવો બનાવ બનતા રાધનપુરની જનતા અને તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધતાં યુવાનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સરકારશ્રીએ બજારમાં મળતા ભેળસેળ વાળા તેલ અને ઘી ની યોગ્ય ગુણવતાની તપાસ થવી જોઈએ જેથી આવા બનતા બનાવો અટકાવી શકાય અને આવા ભેળસેળીયા વેપારી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે જ્યારે ફ્રુડ ઓફિસર દ્વારા પણ ચેકિંગ કરી સેમ્પલ લેવાતા હોય તેનો પણ કોઈ યોગ્ય કાર્યવાહી ના થતી હોય એવી પણ લોકોમાં ચર્ચા ઊઠવા પામી છે

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!