એલ.સી.બી. પાટણની રાજગઢ (મ.પ્ર.)માં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી નકુલ સીસોદીયા પકડાયો

રૂ.૫ લાખ રોકડ જપ્ત, પાટણ–રાધનપુર–સિદ્ધપુર સહિતના વર્ષો જુના ચોરીના ગુનાઓ ઉકેલાયા

લગ્નપ્રસંગોમાં ભીડનો લાભ લઈ તેમજ બેંકોની બહારથી નજર ચૂકવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતી કુખ્યાત “કડિયા સાંસી” ગેંગ સામે એલ.સી.બી. પાટણે મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય સુત્રધાર નકુલ રાજકુમાર સીસોદીયા ઉર્ફે સાંસીને એલ.સી.બી. પાટણની ટીમે રાજગઢ જિલ્લા (મધ્યપ્રદેશ) ખાતેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી કુલ રૂ.૫,૦૦,૦૦૦/-ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, ભુજ) તથા મે. પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી સાહેબ, પાટણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

વર્ષોથી વણશોધાયેલા ગુનાઓ માટે ખાસ તપાસ
પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગ્નપ્રસંગો તથા બેંકોની આસપાસ ચોરીના અનેક બનાવો બન્યા હતા, પરંતુ આરોપીઓ હાથ ન લાગતા ગુનાઓ વણશોધાયેલા રહ્યા હતા. આ તમામ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પાટણને ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પો.ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ઉનાગરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સંદિગ્ધ ઇસમો પર સતત વોચ રાખી હતી.

તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ તમામ ચોરીના બનાવો પાછળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાંસી ગામની સંગઠિત ગેંગ સંડોવાયેલી છે, જે લગ્નપ્રસંગો અને ભીડવાળા સ્થળોને ખાસ નિશાન બનાવતી હતી.

વેશપલ્ટો કરી મધ્યપ્રદેશમાં કોમ્બિંગ
પો.સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી તથા એલ.સી.બી.ના સ્ટાફની એક ટીમ રાજગઢ (મ.પ્ર.) રવાના કરવામાં આવી. રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની મદદથી વેશપલ્ટો કરી આરોપીઓના રહેણાંક અને આશ્રયસ્થાનોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્ય આરોપી નકુલ રાજકુમાર સીસોદીયા/સાંસીને રોકડ રૂ.૩,૦૦,૦૦૦/- સાથે ઝડપી લેવાયો. ઉપરાંત સહઆરોપી કલાવતી ઉર્ફે કાડી દિલીપ સીસોદીયાના ઘરેથી રૂ.૨,૦૦,૦૦૦/-ની રોકડ રકમ રિકવર કરવામાં આવી.

પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી
નકુલ રાજકુમાર સીસોદીયા ઉર્ફે સાંસી
રહે. કડિયા સાંસી, તા. પચૌર, થાણા-બોડા, જી. રાજગઢ (મ.પ્ર.)

ફરાર આરોપીઓ
કોહીનૂર ગુરદીપ સીસોદીયા/સાંસી

કલાવતી ઉર્ફે કાડી દિલીપ સીસોદીયા/સાંસી

અર્ચના વા/ઓફ વિક્કી સીસોદીયા/સાંસી

ઉકેલાયેલા ચોરીના ગુનાઓ
રાધનપુર બસ સ્ટેશન પાસેથી રૂ.૩ લાખની રોકડ ચોરી

પાટણના બાલાજી, ખોડાભા તથા જે.જે. પાર્ટીપ્લોટમાં લગ્નપ્રસંગ દરમિયાન લાખો રૂપિયાના દાગીના-રોકડની ચોરી

સિદ્ધપુર એસ.બી.આઈ. બેંક નજીક રૂ.૧ લાખની ચોરી

હારીજ ખાતે મહેશ કિરાણા સ્ટોર પાસેથી રૂ.૧ લાખની ચોરી

આ ઉપરાંત આરોપી સામે ગુજરાત, રાજસ્થાન સહિતના અનેક જિલ્લાઓમાં અગાઉથી ચોરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસની અપીલ
લગ્નપ્રસંગો, મેળા તથા ભીડવાળા સ્થળોએ નાગરિકોએ પોતાના દાગીના અને રોકડ બાબતે ખાસ સાવચેતી રાખવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એલ.સી.બી. પાટણની આ કાર્યવાહીથી મિલકત સંબંધી ગુનાઓ પર અસરકારક લગામ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!