જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ સાહેલી તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો શપથ વિધિ અને પદ ગ્રહણ સમારોહ -૨૦૨૬ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી , બોટાદ ખાતે તા.૧૧/૧/૨૬ ના રોજ યોજવામાં આવ્યો.

આ સમારોહના અધ્યક્ષપદે જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ ડો. કે.બી.શાહ , ઉદઘાટક પાલિકા ના પ્રમુખ ધર્મિષ્ઠા બેન જોટાણીયા, મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય ડો. ટી.ડી. માણિયા તથા અતિથિવિશેષ પદે ફેડરેશનના પદાધિકારીઓ કેતન રોજેસરા, ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી ,હરેશ ભાઈ અંબાસણા અને સ્થાપક પ્રમુખ ડો.લલિત બદ્રકિયા ની ઉપસ્થિતિ મા યોજાયો જેમાં મોટી સંખ્યામાં સભ્યો , ગઢડા, સુરેન્દ્રનગર ગ્રુપના આમંત્રિતો , પત્રકારો વગેરે હાજર રહેલ.

કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન પ્રમુખ ચંદુભાઈ સાવલિયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવોને પુષ્પગુચ્છ થી અભિવાદન કરવામાં આવેલ.

નવ નિયુક્ત પ્રમુખ ડો. પ્રશાંત ભાઈ કળથીયા અને અમન દોશી તેમજ બોર્ડ મેમ્બર તથા નવ પ્રવેશિત સભ્યો ને શપથ વિધિ અધિકારી ક્લાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવેલ. નવ નિયુક્ત પ્રમુખશ્રીઓ નુ વિવિધ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવેલ. અને વર્ષ ૨૦૨૫ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સભ્યો ને એવોર્ડ આપી સન્માનિત કરેલ. મહાનુભાવો ના પ્રાસંગિક ઉદબોધન માં જાયન્ટસ સંસ્થા ની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવા માં આવેલ.

છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહમાં ગાન કરવામાં આવેલ.

સમગ્ર કાર્યકમનું સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને આભાર વિધિ દીપક માથુકીયા એ કરેલ.ત્યાર બાદ સ્વરૂચી ભોજન નો આસ્વાદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.

સમગ્ર કાર્યક્રમ ના સુંદર અને સફળ આયોજન માં જાયન્ટસ ના હોદેદારો સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!