ગ્રીન મેન સી.એલ. ભીકડીયા દ્વારા શ્રી ધન્વંતરી ઉપવન ,રાશિવન અંગે જાણકારી આપી

જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ અને શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ ના અલગ અલગ ગ્રુપ ઇન્ટરશીપ કાર્યકમ અંતર્ગત સેવાકાર્ય અને વિવિધ પરિસર માં જઇ જાણકારી મેળવવાની કામગીરી કરી રહી છે
ગુજરાત નુ ગૌરવ રૂપ હરિયાળું બોટાદ મુક્તિધામ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે.
અભ્યાસ સેવા કાર્યક્રમ અંતર્ગત તા.૧૩/૧/૨૬ ના રોજ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીનીઓ એ મુક્તિધામ પરિસર માં આવેલ શ્રી ધન્વંતરી ઔષધીય ઉપવન,રાશીવન અને હરિયાળો બગીચામાં આવેલ દિવ્ય વનસ્પતિ નો પરિચય અને ઉપયોગ અંગે માર્ગદર્શન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા દ્વારા પ્રાપ્ત કરેલ.તેમજ અગ્નિદાહ ભઠ્ઠી, પ્રસાદ ઘર , મેલડી માતાજી મંદિર તથા સમગ્ર પરિસર માં આવેલ વિવિધ દેવી દેવતાઓ ની પ્રતિમાઓ,વિવિધ ફ્લોટ નિહાળી માર્ગદર્શન મેળવ્યું.
આ મુલાકાત કેમ્પમાં હડદડ ગ્રુપ ની સાકરીયા મહિલા કોલેજ ની બહેનો નાકિયા પાયલ , સુમણીયા પાયલ , સલિયા નિર્જળા, જાદવ ગોપી, દુધરેજીયા વૈશાલી, વાટુકિયા કિંજલ , પ્રજાપતિ બિંદુ ,ઝીંઝુવાડીયા ખુશી , બાવળીયા મનીષા , સોલંકી કિંજલ અને ભડાણીયા ઉષા એ ભાગ લીધેલ.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
