જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના ડો.કે.બી.શાહ , ( ઉપપ્રમુખ જાયન્ટસ ફેડરેશન ૩/બી ) અને જાયન્ટસ ફેડરેશનમાં ગ્રીન મેન સી.એલ. ભીકડીયા (પર્યાવરણ ઓફીસર) અને નીલેશ કોઠારી ને (યંગ જાયન્ટસ ઓફીસર) તરીકે વર્ષ – ૨૦૨૬ ના ફેડરેશન ( રાજ્ય કક્ષા) હોદ્દા પર નિમણુંક કરાઈ છે.

ડો.કે.બી.શાહ અને સી.એલ. ભીકડીયા જાયન્ટસ ગ્રુપ ના સ્થાપક ઉપ પ્રમુખ છે.અને હાલ ૩૩ વર્ષ થી જાયન્ટસ સંસ્થા સાથે જોડાયેલા છે.
જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા માંથી ફેડરેશન કક્ષાએ ઉંચ હોદ્દા પર નિમણુંક કરતા બોટાદ જાયન્ટસ અને જીલ્લા નુ ગૌરવ વધારેલ છે.
નવ નિયુક્ત વરણી ને આવકારી જાયન્ટસ ગ્રુપ , સાહેલી ગ્રુપ ,યંગ જાયન્ટસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા શુભેરછાઓ પાઠવવા માં આવેલ.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
