ઉત્તરાયણ પછી ઝાડ,થાંભલા પર કે અન્ય જગ્યાએ લટકતી દોરી એ નિર્દોષ પક્ષીઓ અને કેટલીક વાર માનવીઓ માટે જીવલેણ સાબિત થાય છે, એમાંય ચાઈનીઝ દોરીની તો વાત જ સુ કરવી?
ઊંઝા તાલુકાની સુણક પ્રાથમિક શાળામા નિર્દોષ-અબોલ પક્ષીઓને કોઈ તકલીફ કે ઈજા ના થાય તેવા ઉમદા ભાવથી તમામ બાળકોએ ગામમાંથી જે બિનજરૂરી દોરી કે દોરી ના ગૂંચળા હોય તે બધા એકઠા કરી તેનો નાશ કરવામા આવ્યો હતો, આ સેવાકીય અભિયાનમાં બાળકોને પ્રોત્સાહન હેતુ સુણક પ્રાથમિક શાળાનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
