શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને દેશી – પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. પટેલ જ્યંતિભાઈ ખોડાભાઈ ( j.k.), સ્વ. પટેલ રઈબેન ખોડાભાઈ, સ્વ. ખોડાભાઈ બાભઇદાસ (સાવદરા) અંબિકા નગર, ઐઠોરની તેમની કાયમી પુણ્ય સ્મુતિ જીવંત રાખવાના હેતુસર તેમના પુત્ર સુનિલભાઈ અને તેમના પરિવારે (હાલ મહેસાણા) તરફથી એક ઉમદા જીવદયાના કાર્ય રૂપે તારીખ 21-1-26 ને બુધવારે સવારે ઐઠોર ગામ અને આસપાસના ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓ માટે સહયોગ ગ્રુપ એનિમલ હેલ્પલાઇન, ઐઠોરના સહકારથી જીવદયા પ્રેમીઓ દ્વારા લાડવા વિતરણ કરવામાં આવ્યું.

ભગવાન પશુપતિ નાથ, ભૈરવ દાદા, દત્તાત્રેય ભગવાન અને શનિદેવ મહારાજના પ્રિય આ શ્વાન સ્વરૂપની તેમની આ અનમોલ સેવાઓ ગામમાં હાલ ચારેય બાજુ પ્રશંસાને પાત્ર બની રહી છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ
Mo -987 986 1970
