કાયમ માટે હજારો પક્ષીઓને ખોરાક – પાણીની વ્યવસ્થા જીવનભર જેમણે ચાલુ રાખી તે શ્રી અમૃતાનંદ મહારાજની પુણ્યતિથિ તેમની પાછળ શ્રી દશરથરામ મહારાજ અને તેમના પરિવાર દ્વારા ભજન – સત્સંગના ધાર્મિક પોગ્રામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અમૃતાનંદ આશ્રમ, ગણેશપુરા, કંસારાકુઇ – તિરૂપતિ – કાંસા રોડ, વિસનગર ખાતે ભવ્ય રીતે અનેક ભક્તોની હાજરીમા પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ ગયો.

25-01-26 રવિવારે સવારે 8 થી 12 માં ઉજવાયેલ આ પોગ્રામના અંતે ભોજન પ્રસાદીનું પણ સરસ આયોજન કરેલ હતું.
મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો.
સમગ્ર આયોજનમાં નિમિત્ત સેવક બનનાર પટેલ મુળચંદભાઈ જેસંગદાસ પરિવાર, ઠાકરસણ, મહેસાણા વાળાનો વિશેષ સહકાર મળ્યો હતો.
વિશેષ ઉલ્લેખનીય છે કે, હાલ આશ્રમમાં પરિવાર અને સેવકોના સહકારથી શ્રી દશરથરામ મહારાજ ધર્મની સાથે પર્યાવરણ અને અનેક રીતે જીવદયાની પ્રવુતિઓ ચલાવી રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
