આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો વગેરે દ્વારા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને માર્ગદર્શન આચાર્ય શ્રી હર્ષદભાઈ ચતુરભાઈ સોલંકી (શ્રી હરી બાપુ) દ્વારા આપવામાં આવ્યું. તેમના નેતૃત્વ હેઠળ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો.
આ પ્રસંગે ગામના આગેવાનો શ્રી લાલાભાઈ સેનમા તથા શ્રી મહેન્દ્રજી ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશાઓ આપવામાં આવ્યા અને ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો તથા વાલીઓએ શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
