સાતોલ ગામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત તા. 30/01/2025 (શુક્રવાર) ના રોજ સવારે 11 વાગ્યે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતી શોભનાબા તથા ડેપ્યુટી સરપંચ શ્રી પરમાર મહેન્દ્રભાઈના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગામના આગેવાનો, પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવીન પંચાયત ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામગીરીમાં વધુ સુવિધા મળશે તેમજ ગામના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
