વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા
રાધનપુર, તા.01/02/2026
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુરના વિશ્રામ ગૃહ ખાતે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તાલુકા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને સક્રિય રીતે મેદાનમાં ઉતારવા તેમજ ચૂંટણીમાં અસરકારક પ્રદર્શન કરવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
બેઠકમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઘેમરભાઈ રબારી, પી.સી. ગઢવી (પ્રભારીશ્રી, રાધનપુર તાલુકો), જયાબેન ઠાકોર (પ્રમુખ, મહિલા કોંગ્રેસ), કરશનજી ઠાકોર (કાર્યકારી પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ), નરેશભાઈ આહીર (પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસ) સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
આ બેઠક દરમિયાન નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકોના રોજિંદા જીવન સાથે સીધે સંકળાયેલી હોય છે. તેથી પાણી, રસ્તા, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય જેવી મૂળભૂત સમસ્યાઓને ચૂંટણી મુદ્દા બનાવી જનતા સુધી પહોંચવું જરૂરી છે. કોંગ્રેસ પક્ષે હંમેશા જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે અને આવનારી ચૂંટણીમાં પણ જનવિશ્વાસ સાથે આગળ વધશે તેવી વાત વ્યક્ત કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતના સદસ્યો પરમાભાઈ પંચાલ અને જાદવજી ઠાકોર, કરશનભાઈ ચૌધરી, લવજીભાઈ ઠાકોર સહિત કોંગ્રેસ સંગઠનના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બનાવવાની, દરેક કાર્યકરને જવાબદારી સોંપવાની તથા મતદારો સાથે સતત સંપર્કમાં રહેવાની કાર્યયોજના ઘડવામાં આવી હતી.
બેઠકના અંતે કોંગ્રેસ પક્ષે એકજૂટ થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત દાવેદારી સાથે મેદાનમાં ઉતરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

