આજરોજ તા 2/2/026 ના રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર તા ભચાઉ ખાતે લોક લાડીલા અને દરેક સમાજના રાહબરી વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો જેમાં અદભુત રીતે 351 રક્ત દાતાશ્રીઓ એ રક્તદાન કર્યું

ગુણાતીતપુર દરેક શેત્રમા અગ્રેસર રહ્યું છે ધાર્મીક સામાજિક રાજકીય ખેતી માં મોટા ભાગ પાટીદાર સમાજ ની વસ્તી ધરાવતા આ ગામમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાય છે આજે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં સમગ્ર ગ્રામ જનો મહિલા પુરુષ ની જહેમત થી કાર્યકમ અદભુત રહ્યો

આ રક્તદાન કેમ્પ ની વિશેષતા એ હતી કે પાટીદાર મહીલાઓ એ રક્તદાન કર્યું હતું 351 રકતદાતા માંથી 25 મહિલા એ રક્તદાન કર્યું હતું તે નારી સશક્તિકરણ નુ ઉદાહરણ હતું

આજના રક્તદાન કેમ્પ માં રાપર ના ધારાસભ્ય નુ રકતતુલા કરવામાં આવ્યું હતું તેમનાં વજન કરતાં વઘારે રક્તદાતાઓ એ રકત આપેલ હતું

રક્તદાન કરનારની સંખ્યા વધી જતાં તેઓને ભવિષ્યમાં રક્તદાન કરશો એવી રીતે જણાવી આયોજકોએ તેમનો આભાર માન્યો હતો

ઉપરોક્ત રક્તદાન કેમ્પ માં ભચાઉ તાલુકા શહેર અને રાપરના દરેક સમાજના આગેવાનો કાર્યકરો દરેક ગામના સરપંચ તાલુકા પંચાયત ના સદસ્યો જીલ્લા પંચાયત ના સદસ્યો ભચાઉ નગરપાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ તમાંમ નગરપાલિકા ના સદસ્યો નામ ન લખી સ્કાય એટલે આગેવાનો અને કાર્યકરો ખુબજ મોટી હાજરી હતી

મુખ્ય હોદેદારો માં ગાંઘી ઘામ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ભચાઉ એપી એમ સી પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઇ કોટક ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન અરજણભાઇ રબારી ભચાઉ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા જુથ પંચાયત ના સરપંચ દેવજીભાઈ રબારી તેમજ ગુણાતીતપુર ના શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ના પ્રમુખ ઘનિષ્ઠ કાર્યકરો ની મહેનતથી રક્તદાન કેમ્પ સભળ રહ્યો હતો આગેવાનો અને કાર્યકરો ની સંખ્યા મોટી હોય નામ લખવા મુશ્કેલ હોય લખેલ નથી

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!