તા- 8-2-26 રવિવારે મિત્રો અને સહપરિવાર સાથે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન અને પૂજા – પાઠ કરી શ્રી એ. એલ. વ્યાસ સાહેબે સંસ્થાની મુલાકાત લીધી હતી.



તેઓ એ જણાવેલ કે, હું કોઈ પણ શુભ કામ દાદાના દર્શન કરી પછી જ શરૂ કરું છું અને અવારનવાર અહીં દર્શન હેતુ આવતો રહુ છું.
સંસ્થામાં ત્યાં હાજર મનુભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, પ્રવીણભાઈ દવે (મહારાજ), વિનોદભાઈ લીમ્બાચીયા, ભીખાભાઇ પટેલ સહીતનાઓએ સ્વાગત કરી સાહેબનુ શાલ ઓઢાડી, ખેસ પહેરાવી યોગ્ય સન્માન કર્યું હતું.
સાહેબ અને તેમના પરિવારજનો આવનાર ભક્તો માટેનું ભોજનાલાય અને અન્ય તમામ વ્યવસ્થા જોઈ પ્રભાવિત થયા હતા.
શુદ્ધ ગુજરાતી ભોજન પ્રસાદીના પણ તેમણે ભરપૂર વખાણ કર્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
