આજે તા.૧૪ મી. ફેબ્રુઆરી ૧૨ મો તાલીમ કેમ્પ રાજકોટમાં રામવાડીથી નજીક રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની લીલી હરીયાળી વાડીમાં દર મહિને બીજો અથવા ચોથો શનિ-રવિવારે યોજવામાં આવે છે.

અને તેમનો હેતું ફક્ત એવો છે કોઈ પણ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર જગતનો તાત (પિતા) એટલે કે ભારતનો ખેડૂત રેવન્યું રેકર્ડમાં અટવાઈ રહેલો છે તો આવા કપરા સમયમાં આ તાલીમ કેમ્પ રેગ્યુલર નોર્મલ ફીમાં જમવા રહેવા અને નાસ્તા-પાણી વગેરેની સવલત સાથે ખેડૂતોના લાડીલા એવા રેવન્યું ગુરૂ રમણીકભાઈ – રેવન્યું રેકર્ડ સરળ ભાષામાં અને શબ્દોમાં સમજાવી ગુજરાતી પેમ્પલેટ સાથે તાલીમ કેમ્પમાં અભ્યાસ કરાવે છે.અને ૪ થી ૧૬૦૦ કિલોમીટર સુધીના ગુજરાતી ખેડૂતો લાભ લેવા પધારે છે.તેમજ રેવન્યું ગુરુએ આજે ખેતીવાડીના રેવન્યું પ્રશ્નો કુવા-બોર નોંઘણીનું સોગંદનામુ, ના હકપત્રક દાખલ કરવું, કુવા, પાણીના હક્ક ૨દ કરવા, બોજો ગીરો મુક્તિ, વારસાઇ પેઢીનામાં, પરિશિષ્ટ-૧, પરિશિષ્ટ-૨, સીધી લીટીના વારસદારો, પેઢી આંબો માટે ગ્રામ પંચાયત કચેરી, ગ્રામ પંચાયત પંચનામું, i -ORA પોર્ટલ પર અ૨જી માટેની કાર્યપદ્ધતિ વગેરે વિષય ઉપર વિસ્તૃત વાત કરી ગુજરાતી પેમ્પલેટ સાથે સમજાવી તે ઉપરાંત DILR (જમીન દફતર ) કચેરીમાંથી મળતા દસ્તાવેજો, જમીન માપ અને હદ સંબંધીત દસ્તાવેજો, વહીવટ અધિકૃત દસ્તાવેજો (KJP), પરિશિષ્ટ-પ, પરિશિષ્ટ-૬, ખેતરમાં નામ સુધારવું, રેવન્યું રેકર્ડ-૭/૧૨માં સામાન્ય સુધારો, તેના માટે અરજી, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવી,રીસર્વે ક્ષતિ સુધારણા અરજી, ટાઇટલ – પત્રક, કે જે પી સુધારણા, માપણી – ભૂલ સુધારણા કરવાની અરજી વગેરે ઉપર તા.૧૪ અને ૧૫ બે દિવસમાં આશરે ૯૦ મુદ્દા ઉપર વિસ્તૃત વાત કરશે.
તેમજ ૧૨માં તાલીમ કેમ્પમાં તમામ તાલીમાર્થીને જણાવ્યું હતું કે સાચી સમજદારી રાખવી અધિકારીશ્રી સાથે પણ સમજદારીપૂર્વક વાત કરવી. કોઈપણ બાંધછોડની તૈયારી રાખે તેની હંમેશા જીત થાય છે.તેમજ આજે ૧૪મી ફેબ્રુઆરી એટલે પુલવા એટેક જે સ્થળ ઉપર ૪૦ સૈનિકો ઉપર આંતકવાદીઓએ દગો કરી કાળો કેર વર્તાવ્યો હતો.અને આપણા નવજવાનોએ શહીદી વોરી હતી.એને આજે તાલીમ કેમ્પમાં આવેલા તમામ ખેડૂતો સાથે મળી તેમના જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પી.અને તેમના પવિત્ર આત્માને શાંતિ અને પરિવારને શક્તિ આપે તેમ જણાવ્યું અને અંતરથી સર્વોએ શ્રદ્ધાજલી આપી.અને દેશના સરહદ ઉપર ભારતના તમામ સૈનિકોને હિસાબે ભારત શાંતિથી રહી શકે છે.અને જગતનો તાત એટલે ખેડૂત રાત અને દિવસ જાગી અન્ન પકવે છે તેનાથી ભારતમાં કોઈ ભૂલ્યો સુતો નથી. માટે આજે જ્ય જવાન અને જ્ય કિસાન બન્નેને લાખ-લાખ વંદન
The Gujarat Live News
અહેવાલ-ભાનુભાઈ પાનશેરીયા-ગમા પીપળીયા
