મહા વદ ચૌદશ એટલે મહા શિવરાત્રી.

મહા શિવરાત્રી એટલે પૃથ્વીપર શિવલિંગનાં સ્થાપનાનો દિવસ. દેવાઘીદેવ મહાદેવનાં વિવાહનો દિવસ. ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવજી પ્રાણીમાત્રનું હિત – કલ્યાણ કરવાવાળા છે. વિધા અભ્યાસમાં બાળકોનું કલ્યાણ થાય અને શિવજી ની કૃપા વરસે એવા સર્વોત્તમ ભાવ સાથે કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં માનવ કથાકાર અને આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા બાળ કલ્યાણ સહિત વિશ્વ કલ્યાણ માટે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિવજીનાં સ્વરૂપ અને તેમનાં કલ્યાણકારી કાર્યોની વાત કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું. બાળકો અને સ્ટાફમિત્રો દ્વારા પણ આરાધના કરી ધૂન, ભજન, કિર્તન કરવામાં આવ્યાં. બાળકોમાં અભ્યાસની સાથે અનેક સદગુણોનો વિકાસ થાય અને શિવત્વ કેળવાય તેવા ઉચ્ચતમ વિચારો થકી બાળ વિચાર ગોષ્ઠી યોજાઈ. આ અવસરે શિવયાત્રા પણ યોજાઈ જેમાં બાળકોએ પર્યાવરણ શુદ્ધિ સહિત અનેક સ્વ અને સમાજ ઉપયોગી સંકલ્પો કરી પોતાના વિધાર્થી જીવનની સફળતા હેતુ શિવ વંદના કરી. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ-ડી.રાજા વિધા સંકુલ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
