માત્ર ભાંગ રસને જ નહિ શિવરસ ને પણ માણો: સદગુરુ શ્રી હરી બાપુ.

શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી.

જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં જઈ પોતાની શિવભક્તિ અનેક રીતે વ્યક્ત કરતા હોય છે.

તા: 15-02-26 રવિવારના રોજ શ્રી આનંદ આશ્રમ, સુજાતપુરા રોડ, કડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ ભારે ધામધૂમથી ઉજવાયુ. મોટી સંખ્યામાં સાધકો પણ હાજર રહ્યા હતા. સદગુરુ શ્રી હરી બાપુ અને શ્રી પ્રકાશ બાપુએ શિવ અને શિવરાત્રીનું આધ્યાત્મિક મહત્વ સમજાવી ભક્તોને શિવ સાનિધ્યના ભક્તિ રસમાં ઓતપ્રોત કરી દીધા.

સાંજે 4 વાગે શરૂ થઇ આ ધાર્મિક પોગ્રામ સાંજે 7 વાગે પૂર્ણ થયો.

જેમાં સર્વ પ્રથમ ભજન – ધૂન, ધ્યાન, શ્રી હરી સત્સંગ, તાંડવ નૃત્ય ધ્યાન અને છેલ્લે પ્રસાદ લઇ સૌ ભક્તો વિદાય લીધી.

આ પોગ્રામની સફળતા માટે શ્રી પારુ મા, શ્રી મા ઝંઝા આનંદ, ડી. કે. આનંદ, સચિન આનંદ, શિવમ આનંદ, જાનકી આનંદ, હર્ષદભાઈ, વિજયભાઈ અને અન્ય સાધકોએ પોતાની સેવાઓનો લાભ આપ્યો હતો.

અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,

સદગુરુ શ્રી હરી બાપુ શ્રી આનંદ આશ્રમ, કડીમાં ભારતીય સનાતન ધર્મની ગિરનારી પરંપરા મુજબ ઘણા વર્ષોથી સંપૂર્ણ નિઃશુલ્ક અનેક પ્રકારની યોગ, આયુર્વેદ, અધ્યાત્મ અને ધ્યાનને લગતી સેવાઓ દ્વારા લોક માનસમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!