તાજેતરમાં મહેસાણામા રાધનપુર રોડ વિસ્તારના મહેસાણા નગર સોસાયટીમાં બે રહીશો નિર્દોષ અબોલા શ્વાનને કોથળામાં બાંધીને અન્ય અજાણી જગ્યા પર નાખી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

જીવદયા પ્રેમીઓ એ 2 દિવસ સતત શોધખોળ કર્યા પછી શ્વાન ન મળતા તેઓ ને મારી નાખવાની શંકા જતા, મહેસાણા બી ડિવિઝનમાં જીવદયા પ્રેમી મેઘાબેન દ્વારા અરજી કરવામાં આવી અને આજે ભારે રોષ સાથે જીવદયા પ્રેમીઓ અને રસ્તામાં રખડતા નિર્દોષ-લાચાર પશુ-પક્ષીઓ ને ખવડાવતા સેવકો દ્વારા કલેક્ટર સાહેબને મહેસાણામાં અબોલા જીવ પરના અત્યાચાર રોકવા માટે અને ગુનેગાર સામે જલ્દીથી કાયદાકીય કાર્યવાહી કરવા માટે રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.

મહીલા ડોગ ફિડરો એ અને અન્ય ગૌ રક્ષકોને, પશુઓને ખોરાક ખવડારનાર આ જીવદયા પ્રેમીઓને અવારનવાર કોઈના કોઈ કારણસર ધમકી આપવામાં આવે છે, એવી ફરિયાદ કરી હતી.

જેમાં ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર ડૉ. મેઘાબેન પટેલ, મહેસાણા એનિમલ હેલ્પ લાઇનના ફાઉન્ડર કિરણભાઈ રાવત, નિજાનંદ પ્રકૃતિ મંડળના કૌશિકભાઈ રાજા રાજા મહાકાલ સાથે મહિલા એનિમલ ફીડર સોનલબેન બારોટ, જીગુબેન પટેલ, ટ્વિંકલબેન, સુનીતાબેન પરમાર, જાનવીબેન અને અન્ય મહિલા ડોગ ફીડર અને જીવદયા પ્રેમી સંસ્થાઓ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ, નિજાનંદ પ્રકૃતિ મંડળ પરિવાર, શિવ ગંગા એનિમલ હેલ્પલાઇન મહેસાણા, પરશુરામ ગૌ રક્ષક, શ્રી રામ ગ્રુપ લાખવડ એનીમલ હેલ્પલાઇનના સભ્યો અને અન્ય જીવદયા પ્રેમીઓએ આજે મહેસાણા કલેકટર સાહેબને આવેદનપત્ર આપ્યુ.

તે સાથે સમગ્ર સંસ્થાઓએ આવનાર સમયની અંદર મહેસાણા માં અબોલા જીવ અત્યાચાર ને રોકવા માટે દરેક સંસ્થા સાથે મળી ને એક લીગલ કમિટીની રચના કરવાનું આયોજન કરવામાં આવ્યું.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!