ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ.

આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
શિવરાત્રી હોવાથી આ નિમિત્તે ખાસ ફળાહારનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરે બે વાગે શ્રીફળ હોમાવી આરતી કરવામાં આવી હતી.
આવનાર દરેક વ્યક્તિઓએ આ રુદ્રયાગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગદીશ પટેલ જ્ઞાન અક્ષય સ્કૂલના સંચાલક શ્રી અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
