કડી ક્લસ્ટરની શાળાઓના શૈક્ષણિક સ્તરને વધુ ઉન્નત બનાવવાના હેતુથી HAITIAN HUAYUAN MACHINERY (INDIA) LIMITED દ્વારા એક પ્રશંસનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે.

કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડના સૌજન્યથી અંદાજિત 50 લાખના ખર્ચે કડી અને વિસતપુરાની 21 પ્રાથમિક શાળાઓને આધુનિક શૈક્ષણિક સાધનો અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ભેટ આપવામાં આવી.

આ ઉમદા કાર્ય માટે ‘સત્કાર સમારંભ’ અને સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન તારીખ 30-03-26 સોમવારે સવારે 9:30 વાગે કડી તાલુકાની ચારોલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે

આ પ્રસંગે હૈતિયન કંપનીના પ્રોડક્શન હેડ Mr. Zhong Shuimeng અને ડાયરેક્ટર Mr. Sunilldutt Chaudhari ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ મહેસાણા જિલ્લાના D.P.E.O. ડૉ. શરદ ત્રિવેદી, D.E.O. કચેરીના શ્રી મનિષભાઈ પટેલ, અને કડીના T.P.E.O. શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી પ્રેરક ઉપસ્થિતિ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત હૈતિયન ગ્રુપના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓની જરૂરિયાત મુજબ એલ.ઈ.ડી. ટીવી, લેપટોપ, પ્રિન્ટર અને કોમ્પ્યુટર જેવા અત્યાધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધન સામગ્રીથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને ડિજિટલ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે.

આ કાર્યક્રમનું આયોજન CRC કો-ઓર્ડિનેટર (કડી-2 અને વિસતપુરા), તમામ શાળાઓના આચાર્યશ્રીઓ તથા ચારોલ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!