જાફરાબાદ તાલુકાના વડલી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વડલી ગામ ના તરવૈયા યુવાનો નાં સરવૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપ – વડલી.તથા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પી પી રાઠોડ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.વક્તાશ્રી સ્વરાબેન વાણવી, મનાલી બેન, પ્રોફેસર ડોક્ટર પટેલ સાહેબ, મંચસ્થ મહેમાનો જેઠાબાપા જોગડીયા, સી એલ પરમાર,પી.એસ.આઇ આર આર ગળચર, સરપંચ પ્રતિનિધિ પાંચાભાઇ, તલાટી મંત્રી કલ્પેશ મકવાણા, એડવોકેટ હરેશભાઈ બામણીયા, શિક્ષક શ્રી ભીખુભાઈ પરમાર, શિક્ષક શ્રી વાંઝા સાહેબ, ડોક્ટર દાફડા સાહેબ, સોંદરવા સાહેબ, બાલુભાઇ નાગર, જીતુભાઈ પરમાર, માધુભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ડી.જે.ના તાલ સાથે ગામની શેરીઓમાં રેલી નું આયોજન કર્યું હતું.અને જય ભીમના નારા સાથે હર્ષ ઉલ્લાસ થી વાતાવરણ ભિમ મય બન્યું હતું.આ તકે પી પી રાઠોડ સાહેબે

શિક્ષણ ઉપર ભાર મુકતા જણાવેલ હતું કે સમાજમાં દરેક વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહી જાય અને વ્યસન થી દૂર રહેવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભોજન દાતા શ્રી જીતુભાઈ સરવૈયા, ધનજીભાઈ સરવૈયા, વિપુલભાઈ સરવૈયા, વિનોદભાઈ સરવૈયા, અરવિંદભાઈ સરવૈયા અને ભરતભાઈ સરવૈયા હતા. કાર્યક્રમનું એન્કરિંગ આશિષભાઈ વાણવી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સરવૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપ વડલી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ શ્રી હિંમતભાઈ સરવૈયા એ કરી હતી

The Gujarat Live News રિપોર્ટર- જે.પી.પરમાર.જાફરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!