સુરતના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને ધમકીના કેસમાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં લસકાણા પોલીસને સફળતા મળી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપીની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, વઘાસિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં લગ્નનો ઇનકાર કરી ‘તુષાર ઘેલાણી’ જેવો કાંડ કરવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે. સોશિયલ મીડિયાથી મિત્રતા શરૂ થઈ હતી
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં પીડિત મહિલા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખ અને મીઠી વાતોથી તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા કેળવ્યા બાદ કાળુએ મહિલા સાથે નિકટતા વધારી હતી. ‘પત્ની સાથે બનતું નથી’ કહી લગ્નની માયાજાળ રચી
આરોપી કાળુએ મહિલાને એવું કહીને વિશ્વાસમાં લીધી હતી કે તેની પત્ની સાથે તેને બનતું નથી અને તે લાંબા સમયથી પિયરમાં રહે છે. પોતે ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ વાયદાના જોરે તેણે મહિલાને અલગ-અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નનો ઇનકાર કરી ‘તુષાર ઘેલાણી’ જેવો કાંડ કરવાની ધમકી આપી
જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા. તેણે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા ધમકી આપી હતી કે જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તારું જીવવું અઘરું કરી નાખીશ. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી ઝડપ્યો
ગઈ તા. 10/04/2026 ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 69, 351(2), 352 અને 115(2) મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારથી આરોપી ફરાર હતો. લસકાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્ક આઉટ દ્વારા આરોપી ડાયમંડ નગર સર્વિસ રોડ પાસે હોવાની બાતમી મેળવી હતી અને તેને દબોચી લીધો હતો.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!