કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. વૈશ્વિક કંપનીઓએ 8 લાખ સ્ક્વેર ફૂટ લીઝિંગ કર્યું છે
પ્રોજેક્ટથી 70 હજારથી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓ સર્જાવાની સંભાવના છે. અમદાવાદને GCC અને ટેક્નોલોજી કંપનીઓ માટે નવું હબ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. IBM, TCS, Valtech, Withum અને Searce સહિત વૈશ્વિક કંપનીઓએ 8 લાખ સ્ક્વેર ફૂટ લીઝિંગ કર્યું છે. AICTE મંજૂર GREMI સીટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર કોરિડોરને ઈનોવેશન અને નોલેજ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવાનો વિઝન છે. ‘ઉદ્યોગોનું ખૂબ મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત જેવું ક્યાંય નથી’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મિલિયન માઈન્ડ ટેક પાર્ક અને ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપનું જોયું છે તેના માટેના મોટા વિઝનને સફળ કરવા જઇ રહ્યા છીએ. અનેક રાજ્યો ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધ્યા છે. ઉદ્યોગોનું ખૂબ મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત જેવું ક્યાંય નથી. મેન્યુફેક્ચરીગ, ગ્રીન એનર્જી, રોકાણ વગેરે ક્ષેત્રે સારું કર્યું કર્યું છે. 1100 કરોડના ખર્ચે પાર્ક બનાવવામાં આવ્યું
શાહે કહ્યું કે, ગણેશ ગ્રુપના બંને ભાઈઓને અભિનંદન અને તમારા વ્યવસાયથી અલગ વિચાર્યું અને આ ક્ષેત્રમાં તમે આગળ વધો. આ ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. 1100 કરોડના ખર્ચે પાર્ક બનાવવામાં આવ્યું છે. 9000 પ્રોફેશનલ માટે આ ટેક પાર્કમાં થવાનું છે. પહેલા મે પિયુષ ગોયલને જવાનું કહ્યું હતું પરંતુ જ્યારે શેખર પટેલે મને બધું બતાવ્યું અને ખાસ કરીને ત્રાગડમાં બન્યું છે ત્યારે મેં આવવા કહ્યું હતું. ‘AI અને ડીપ ટેક ભવિષ્યની અર્થ વ્યવસ્થા છે’
અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1997માં ત્રાગડમાં પહેલા કઈ જ નહોતું. આજે મે ત્રાગડ જોઈ ખૂબ જ આનંદ થયો છે. આ પ્રથમ ફેઝ છે. કુલ 7 ફેઝમાં બનવાનું છે. આગામી પાંચ વર્ષમાં અહીંયા 63,000થી વધુ નોકરીની તકો ઊભી થવાની છે. જો ટાઉન પ્લાનિંગ સારું ન હોય તો શહેર સારું બને નહી. 30,000 સ્ક્વેર ફિટમાં બનેલા ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 300 છોકરાઓ અભ્યાસ કરશે. 100 એકરમાં સંપૂર્ણ રીતે બની જશે ત્યારે ખૂબ સારી બાબત છે. તેમને વધુમાં કહ્યું કે, ખૂબ મોડી શરૂઆત છે પરંતુ સારી બાબત છે કે શરૂઆત થઈ ચૂકી છે. AI અને ડીપ ટેક ભવિષ્યની અર્થ વ્યવસ્થા છે. આપણે ઘણા ક્ષેત્રોમાં પાછળ હતા. આજે દરેક ક્ષેત્રમાં ફાઉન્ડર બન્યું છે. ભવિષ્યમાં ટેક પાર્ક આગળ વધશે. હાઈ ટેક યુથ આપણી પાસે છે. આ બંને પ્રકલ્પ ક્ષેત્રમાં ગુજરાતને આગળ વધારવામાં મોટો ભાગ ભજવશે. હાઈ ગ્રોથ કોરિડોરમાં ટેક સિટી
તેમણે કહ્યું કે, વૈષ્ણોદેવી સર્કલ નજીક અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર હાઈ ગ્રોથ કોરિડોરમાં આશરે 65 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલી આ ટેક સિટીમાં ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, રહેણાંક સુવિધાઓ, રિટેલ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા આશરે 70 હજારથી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી રોજગારીનું સર્જન થશે. આ ટેક પાર્કમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), રોબોટિક્સ, સેમિકન્ડક્ટર સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યમાં વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. ‘AI સ્પેશિયલિસ્ટથી લઈ એન્જિયર ઊભા થશે’
મિલિયન માઈન્ડસ ટેક સિટી ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશમાં સૌએ વિકાસની રાજનીતિને વધારી છે. પશ્ચિમ બંગાળના વિજય બદલ કેન્દ્રીય ગૃહ મંત્રીને અભિનંદન પાઠવું છું. ગુજરાત આજે ભારતના વિકાસનું મોડલ બન્યું છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. મિલિયન માઈન્ડ ટેક પ્રોજેક્ટ હજારો રોજગારીની તકો ઊભી કરશે. સરકારની IT અને GCC પોલિસીથી IT સેક્ટર ખૂબ પ્રગતિ કરશે. AI સ્પેશિયલિસ્ટથી લઈ એન્જિયર ઊભા થશે. ગુજરાતમાં આઈ.ટી સેક્ટરનો ઝડપી વિકાસ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવે રાજ્ય આઈટી, ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’ ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ડિજિટલ ઇકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમીકન્ડક્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોલેજ બેઝ્ડ સર્વિસીસ ક્ષેત્રે ગુજરાત 2.0નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારની આઈટી પોલિસી તથા જીસીસી પોલિસી તેમજ કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં આઈ.ટી સેક્ટરનો ઝડપી વિકાસ થશે. તેમણે જણાવ્યું કે, ગિફ્ટ સિટી આજે વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ તરીકે વિકસી રહ્યું છે, જ્યારે સાણંદ અને ધોલેરા SIR વિસ્તારમાં વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ગુજરાતને સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરશે. મિલિયન માઈન્ડ ટેક સિટી માટે ગણેશ હાઉસિંગ ગ્રુપના શેખર પટેલને અભિનંદન પાઠવું છું. ‘ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરની અનેક મોટી કંપનીઓનું કેન્દ્ર બનશે’
આ કાર્યક્રમમાં યોજાયેલ પેનલ ડિસ્કશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવનારો સમય ગુજરાતનો છે અને દેશ-વિદેશમાંથી આવતા રોકાણકારો તથા ઉદ્યોગો માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. ગિફ્ટ સિટી આગામી સમયમાં વૈશ્વિક સ્તરની અનેક મોટી કંપનીઓનું કેન્દ્ર બનવાનું છે. ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ નહીં પરંતુ ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરના ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમિત શાહે પોતાના મતવિસ્તારમાં વિકાસકામોની ભેટ આપી
ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યાં. જેમાં સવારે 10:30 વાગ્યે ત્રાગડ વિસ્તારમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને ત્યારબાદ ગાંધીનગર ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સાથે ટેકનોલોજીકલ ક્ષેત્રને વેગ મળ્યો છે. બપોરના સત્રમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બગીચા, મધુર ડેરી પ્લાન્ટ, પેથાપુરમાં નર્મદા જળ પ્રણાલી અને STP પ્લાન્ટની મુલાકાત સહિતના લોકઉપયોગી કાર્યો સંપન્ન થયા હતાં. દિવસના અંત ભાગમાં યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને જનતાને અનેક નવી સુવિધાઓ ચરણોમાં સમર્પિત કરવામાં આવી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!