
Vadodara Crime : વડોદરાના વડસર ગામના સોલંકી ફળિયામાં રહેતા વિશાલ સોલંકી હૈદરાબાદની આઈટમ કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશન નોંધાવ્યો છે ગત તારીખ 20-12-2025 ના રોજ વિધિ સુખલાલ પાટીદાર (રહે. ચીખલી ગામ, તાલુકો જીલ્લો, ડુંગરપુર રાજસ્થાન) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ હું અનુસૂચિત જાતિમાંથી અને વિધિ સામાન્ય જાતિમાંથી હોય વિધીનો પરિવાર આ લગ્નથી રાજી ન હતો.
ગઈકાલે હું મારી પત્ની તથા પરિવારજનો ઘરે હતા તે સમયે બપોરે 3 વાગે મારા પત્નીનો મોટો ભાઈ શ્યામ દરવાજો ખખડાવતો હતો અને બૂમો પાડતો હોવાથી મેં દરવાજો ખોલવાની ના પાડી હતી.
