રાધનપુરના દેવીપૂજક વાડી વિસ્તારમાંથી એક પુરુષનો ત્રણથી ચાર દિવસ જૂનો મૃતદેહ મળી આવ્યો છે. નગરપાલિકાના કો-ઓપરેટર જયાબેન ઠાકોરે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ મૃતદેહ શહેરના ભિલોટી દરવાજાથી ભરવાડવાસ તરફ જતા રસ્તે આવેલી એક અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ના કો-ઓપરેટર જયાબેન ઠાકોરે જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતદેહ ત્રણથી ચાર દિવસ જૂનો હોવાનું અનુમાન છે. મૃતકના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતદેહની ઓળખ નરેશ રાજગોર તરીકે કરી હતી.

રાધનપુર પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લેવામાં આવી રહી છે.

The Gujarat Live News રિપોર્ટ :- વિપુલ ચૌધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!