જ્યાં લોકો જતા પહેલાં સો વાર વિચારે છે અને મોટા-મોટા ટ્રેકર્સના શ્વાસ ફૂલી જાય છે, તેવા માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર બનાસકાંઠાની માત્ર ૮ વર્ષની માસૂમ દીકરીએ સફળતાનો ડંકો વગાડ્યો છે.

પાલનપુરની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસની ટૂંકી અવિશ્વસનીય સફરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સર કરીને સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે નિક્ષાની આ અદભુત અને હિંમતભરી સિદ્ધિ બદલ બનાસકાંઠાના કલેક્ટર શ્રી દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા નિક્ષા માત્ર ટ્રેકિંગ કરવા નહોતી ગઈ, પરંતુ તે પોતાની સાથે એક સામાજિક જવાબદારી પણ લઈને ગઈ હતી. દરિયાઈ સપાટીથી હજારો ફૂટની ઊંચાઈએ, માઇનસ ડિગ્રી તાપમાન અને હાડ થીજવતી ઠંડી વચ્ચે નિક્ષાએ વિશ્વને એક ખુબ જ સુંદર સંદેશ આપ્યો:
“Save Nature, Save Himalayas” (પ્રકૃતિ બચાવો, હિમાલય બચાવો)
તેનો આ દેશપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ આજે લાખો યુવાનો અને નાગરિકો માટે પ્રેરણારૂપ બની ગઈ છે નિક્ષાની આ અસાધારણ સિદ્ધિની નોંધ ખુદ વહીવટી તંત્રે લીધી છે. બનાસકાંઠા કલેક્ટર શ્રી દ્વારા નિક્ષા ને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે શ્રી એ જણાવ્યું હતું કે, નિક્ષાએ આ નાની ઉંમરે જે અદભુત સાહસ, ધૈર્ય અને દેશપ્રેમ બતાવ્યો છે, તે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેની આ સફર અન્ય બાળકોને પણ જીવનમાં કંઈક મોટું કરવાની પ્રેરણા આપશે.
The Gujarat Live News રીપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ
