ભગવાન મહાવીર ના 2552 મા વર્ષ માં પાટણ જિલ્લા નું પવિત્ર તીર્થ રાધનપુર આજે જૈન શાસન નું કેન્દ્ર બન્યું છે. ચોમાસા ના ત્રીજા દિવસે સમગ્ર નગરી ધર્મમય બની ગઈ છે.

સાધુ-સાધ્વીજી ભગવંતો ની પાવન નિશ્રા
આજે પરમ પૂજ્ય શ્રી અભય દેવ સુરી મહારાજ સાહેબ આચાર્યશ્રી મૌસ રત્ન મહારાજ સાહેબ તથા આચાર્યશ્રી પિયુષ ભદ્ર મહાસાહેબ ની પુનિત નિશ્રા માં કુલ 80 થી ઉપર સાધુ-સાધ્વીજી ભગવંતો રાધનપુર માં ચોમાસા અર્થે બિરાજમાન છે.
મહારાજ સાહેબ ના પ્રવચન માં હજારો જૈન અને અજૈન ભક્તો એ ઉપસ્થિત રહી ને ધર્મ લાભ લીધો. મહારાજ સાહેબે કહ્યું કે જૈન શાસન એટલે અહિંસા, સત્ય, અપરિગ્રહ અને તપ નો માર્ગ. આજે દુનિયા ને આ જ માર્ગ ની જરૂર છે.”
સેવા એ જ શાસન ની ઓળખ
રાધનપુર જૈન સંઘ અને મુંબઈ જૈન સંઘ ના યુવાનો અને વડીલો છેલ્લા 3 દિવસ થી ઊભા પગે રહી ને સેવા કરી રહ્યા છે. ભોજનશાળા, પાણી, રહેવાની અને બેસવાની વ્યવસ્થા અત્યંત સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે.
આ સેવા યજ્ઞ માં રાધનપુર જૈન સંઘ ના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલીયા ધીરુભાઈ સંઘવી સુનિલભાઈ વારૈયા શ્રી ઇન્દ્રવદનભાઈ આર. ભેમાણી શ્રી ભુપેન્દ્રભાઈ જે. ધામી, શ્રી નીરજભાઈ બી. શાહ, શ્રી તેજસભાઈ વખારીયા હિતેશ ભાઈ વારૈયા સહિત સમગ્ર સંઘ પરિવાર દિવસ-રાત જોડાયેલો છે.
જૈન શાસન નો સંદેશ
જૈન શાસન એટલે જીવો પ્રત્યે દયા, પરસ્પર સહકાર અને આત્મ કલ્યાણ નો માર્ગ.
ચોમાસા ના આ ચાર મહિના માં સાધુ-સાધ્વીજી ભગવંતો ની હાજરી થી સમગ્ર સમાજ માં ધર્મ, સંસ્કાર અને સેવા ની ગંગા વહે છે.
મહારાજ સાહેબે વધુ માં કહ્યું કે રાધનપુર ના સંઘ દ્વારા થતી સેવાઓ જોઈ ને લાગે છે કે જૈન શાસન આજે પણ જીવંત છે અને વિકાસ પામી રહ્યું છે
ચોમાસા દરમિયાન રોજ સવારે પ્રવચન, બપોરે સ્વાધ્યાય, સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ધાર્મિક પ્રશ્નોત્તરી ના કાર્યક્રમો યોજાશે. દેશ-વિદેશ થી ભાવિકો રાધનપુર પધારી રહ્યા છે.
“જીવો અને જીવવા દો આ જૈન શાસન નો સાર્વભૌમ સંદેશ આજે રાધનપુર થી સમગ્ર વિશ્વ માં ગુંજી રહ્યો છે.
જય જિનેન્દ્ર જય જૈન શાસન
The Gujarat Live News રિપોર્ટ : રોહિત કે. મહેતા,રાધનપુર
