રાધનપુર ના 24 જૈન દેરાસરો માં સેવા આપતા તમામ પુજારીઓ અને કર્મચારીઓ નું સન્માન સમારોહ આજે યોજાયો હતો.

આ સન્માન ના મુખ્ય દાતા શ્રી સ્વ. શ્રી સુધાબેન દિલીપભાઈ શાહ, રાધનપુર વાળા, હાલ મુંબઈ ની આત્મા શ્રેયાર્થે તેમના સુપુત્રો શ્રી રિતેશભાઈ વિજયભાઈ શાહ તરફ થી કરવામાં આવ્યું હતું.
દાતા પરિવાર તરફ થી તમામ પુજારીઓ અને કર્મચારીઓ ને કવર તેમજ શ્રીફળ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માન સ્વીકાર્યા બાદ તમામ પુજારીઓ અને કર્મચારીઓ એ મુખ્ય દાતા શ્રી ને ભાવભર્યો આભાર વ્યક્ત કર્યો હતો.
મહાનુભાવો ની ઉપસ્થિતિ
આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાધનપુર જૈન સંઘ ના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલીયા, હસમુખભાઈ પ્રાગજીભાઈ શેઠ, શ્રી ઇન્દ્રવદનભાઈ ભેમાણી, સુનિલભાઈ વારૈયા સહિત સંઘ ના અગ્રણીઓ અને સમાજ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે દેરાસરો ની વ્યવસ્થા માં પુજારીઓ અને કર્મચારીઓ નો ફાળો અત્યંત મહત્વ નો છે. આવા સન્માન થી તેમનો ઉત્સાહ વધે છે.
The Gujarat Live News રીપોર્ટ : રોહિત કે. મહેતા રાધનપુર
