સિદ્ધપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક પ્રશ્નો ફરી ચચ્રામાં આવ્યા છે. 

વોર્ડ નં. 5ના ગોલવાડ મહોલ્લામાં છેલ્લા અનેક દિવસોથી સફાઈ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ છે.

માહિતી મુજબ, 31 ઓગસ્ટ, 2025ના રોજ અહીં નિયુક્ત સફાઈ કર્મચારી નિવૃત્ત થયા બાદ આજદિન સુધી નવા કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી.

જેના કારણે મહોલ્લામાં ગંદકી અને કચરાના ઢગલા ઉભા થયા છે.

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નાગરિકોમાં રોગચાળો અને બીમારીઓ ફાટી નીકળવાની ભીતિ વ્યાપી રહી છે.

સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટાયેલા સભ્યો ચૂંટણી સમયે વોટ માંગવા આવે છે, પરંતુ રોજિંદા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ સાબિત થાય છે.

નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં તેનો જવાબ જરૂર આપવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!