રિલાયન્સ પેટ્રોલ પમ્પવાળા ઓવરબ્રીઝ પર અવારનવાર પડતા આટલા મોટા ખાડાઓના કાયમી નિરાકરણ ક્યારે??

ભારે વરસાદ બંધ થયે 15 દિવસ થયા,
ખિલાસરી પણ બહાર નીકળીને તૂટી ગઈ છે,
છતાંય ‘નેતાઓ’ ને લોકસેવા કરવાની કોઈ દાનત દેખાતી નથી.
ઊંઝાના નાગરિકોમાં તંત્ર સામે સોસીયલ મીડિયામાં પણ અવારનવાર ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે.
થીગડાં ઉપર થીગડાં મારી વર્ષોથી ચલાવે જતા આ તંત્રને લોકહિતમાં પણ જરાય કામગીરી કરવામાં રસ ના હોય તેવું લાગી રહ્યું છે.
ઊંઝામાં માં ઉમિયાના દર્શને અને ઊંઝા apmc ને લીધે વર્ષે લાખો વાહનોની જ્યાં ભારે અવરજવર છે તે આ બ્રીઝ અવારનવાર તેના ખાડાઓ માટે ભારે કલંકિત થઇ ચુક્યો છે,
પણ જાણે અહીંના એકેય નેતા કે હોદ્દેદારો આ સમસ્યાઓથી સાવ અજાણ હોય તેમ બધુ ભગવાન ભરોસે છોડી દેવામાં આવી રહ્યુ છે.
કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક આ સમસ્યાનુ કાયમી કંઈક સારુ નિરાકરણ આવે તે માટે લોકહિતમાં તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યુ.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
