મહેસાણા લોકસભાના સાંસદે સાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કર્યું, આશિષ પટેલની સેવાકીય કામગીરીને બિરદાવી

છેલ્લા 26 વર્ષથી ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં નિસ્વાર્થભાવે યોગદાન આપતા ઐઠોરના આશિષ પટેલનું મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આશિષ પટેલ દ્વારા વર્ષોથી કરવામાં આવતી બિનરાજકીય, તટસ્થ અને નિસ્વાર્થ સેવાઓની કદરરૂપે સાંસદ હરિભાઈ પટેલે તેમને સાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે આશિષ પટેલની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન ન રહેતાં તેમના પરિવારજનો, સહયોગ ગ્રુપના સેવકો, સહયોગી મિત્રો, દાતાઓ તેમજ સમગ્ર ઐઠોર ગામ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું. સમાજમાં નિસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિઓને મળતું આવું પ્રોત્સાહન અન્ય લોકોને પણ સેવાકાર્યો માટે પ્રેરણા અને નવી ઊર્જા પૂરી પાડે છે.

આ પ્રસંગે ઐઠોરના પાટીદાર સમાજના અગ્રણી અને સમાજસેવક રમેશભાઈ પટેલ, ઊંઝાના જીવદયા પ્રેમી અને સમાજસેવક સુદીપભાઈ પટેલ તેમજ જહુ માતાજી સેવક પરિવારના ભાવેશભાઈ બારોટ સહિત અનેક સેવાભાવી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આશિષ પટેલના સન્માન બદલ ઉપસ્થિત સૌએ સાંસદ હરિભાઈ પટેલનો શ્રી ગણપતિ દાદાની તસવીર અર્પણ કરી અને સાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો હતો.

26 વર્ષની નિસ્વાર્થ સેવાયાત્રાને મળેલું આ સન્માન ઐઠોર ગામ માટે ગૌરવની બાબત બની રહ્યું છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!