સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દરમિયાન કાર્યવાહી, કારચાલક ગાડી મૂકીને ફરાર

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. સિધાડા ગામ નજીક નાકાબંધી દરમિયાન વિદેશી દારૂની 864 બોટલ અને સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ ₹6,02,016નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જના I/C પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબની સૂચના અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત પાટણ LCBના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે સિધાડા ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

પોલીસને જોઈ કાર મૂકીને ચાલક ફરાર

નાકાબંધી દરમિયાન સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ-01-KA-3648 શંકાસ્પદ રીતે મળી આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCB ટીમે દારૂનો જથ્થો તથા વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબજે કરાયેલ મુદ્દામાલની વિગત

મુદ્દામાલ કિંમત ભારતીય બનાવટનો વિદેશી દારૂ – 864 બોટલ | ₹3,02,016 |

સ્વિફ્ટ ડિઝાયર કાર – 1 ₹3,00,000

કુલ મુદ્દામાલ ₹6,02,016

કારચાલક સામે ગુનો દાખલ

આ બનાવ અંગે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારચાલકની ઓળખ તથા ધરપકડ અંગેની આગળની તપાસ સાંતલપુર પોલીસને સોંપવામાં આવી છે.

પકડવાના બાકી આરોપી:

સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ-01-KA-3648નો ચાલક.

કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ

શ્રી જે.જી. સોલંકી – I/C પોલીસ ઇન્સ્પેક્ટર, LCB પાટણ

શ્રી એસ.બી. સોલંકી – પોલીસ સબ ઇન્સ્પેક્ટર

શ્રી પી.વી. ચૌધરી – પોલીસ સબ ઇન્સ્પેક્ટર

અ.હે.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ

અ.હે.કો. લખનકુમાર અમૃતભાઈ

અ.હેડ.કો. હસમુખસિંહ અમરાભાઈ

અ.હેડ.કો. સતિષકુમાર અમથાભાઈ

પોલીસની કામગીરીથી દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ

સાંતલપુર વિસ્તારમાં LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસની સક્રિયતા સામે આવી છે. હવે ફરાર કારચાલકની ધરપકડ અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!