સમી તાલુકાના નાયકા સેવા સહકારી મંડળીમાં ખેડૂતોને ગિફ્ટ કે અન્ય સામગ્રીના વિતરણ અંગે જાણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપને લઈને વિવાદ સર્જાયો છે.

સમસેરપુરા ગામના ખેડૂત નાડોદા ભરતભાઈ પસાભાઈએ મંડળીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

ખેડૂતના આક્ષેપ મુજબ, નાયકા સેવા સહકારી મંડળી દ્વારા કોઈપણ પ્રકારની ગિફ્ટ અથવા સામગ્રીનું વિતરણ કરવામાં આવે ત્યારે તેમને આજદિન સુધી તેની જાણ કરવામાં આવી નથી. આ અંગે મંડળીના મંત્રી દુશ્યનતભાઈ સનાલાલ દવેને પૂછપરછ કરતાં યોગ્ય માહિતી આપવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે.

વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ

આ સમગ્ર મામલે ખેડૂત અને મંડળીના મંત્રી વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મંડળીની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. ખેડૂતોને ગિફ્ટ કે અન્ય સામગ્રીના વિતરણ અંગે સમયસર જાણ કરવામાં આવે છે કે નહીં, તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.

ખેડૂતનો સીધો સવાલ: તમામ પાત્ર ખેડૂતોને જાણ કેમ નહીં?

ખેડૂતનો સવાલ છે કે જો સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે ગિફ્ટ કે અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે, તો તમામ પાત્ર ખેડૂતોને તેની જાણ કેમ કરવામાં આવતી નથી?

આ મામલે મંડળીના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને ખેડૂતોને વિતરણ અંગે પારદર્શક માહિતી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે નાયકા સેવા સહકારી મંડળીના મંત્રી અને સંબંધિત તંત્ર દ્વારા આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!