ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાનના બે દિવસ અગાઉ (8 ઓક્ટોબર) પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા અને ધાકધમકી આપવા મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર સુર્યસિંહ ડાભી સહિતના સમર્થકો સામે 24 કલાકમાં બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં FIR થઈ છે. ભાજપ અને પોલીસ પર આકરા પ્રહારો કરતાં જિગ્નેશ મેવાણીએ આ તમામ ગુનાઓને પોતાના માટે ‘મેડલ’ ગણાવી, થાય તેટલા ભડાકા કરી લેવાનું કહ્યું. પેથાપુર પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કરવા બદલ પ્રથમ FIR
ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના અનુસંધાને પેથાપુર પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. PI દ્વારા પૂછપરછ ચાલુ હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો
જીગ્નેશ મેવાણી અને વોર્ડ 2ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ પણ કર્યા હતા. મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસ બદલ પોલીસે જીગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઇ સહિત અજાણ્યા શખ્સો સામે પ્રથમ ફરિયાદ નોંધી છે.
સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ
બીજી ફરિયાદમાં, વોર્ડ નં.4ના કોંગ્રેસ ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણે અન્ય ઉમેદવારના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને ‘આ અમારો વિસ્તાર છે, અહીં પ્રચાર કરવો નહીં, નહીંતર હાથ-પગ નહીં રહે’ તેવી ધમકી આપી હતી. આ અંગે નિલેષ પંચાલે પોલીસમાં લેખિત અરજી આપી હતી. મુનાફને બળજબરીથી પોલીસ ચોકી બહાર લઈ ગયા
ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશન દ્વારા મુનાફ પઠાણને સેક્ટર-13 પોલીસ ચોકીમાં પૂછપરછ અર્થે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અજાણ્યા સમર્થકોનું ટોળું સેક્ટર-13 પોલીસ ચોકીમાં ધસી આવ્યું હતું. તેઓએ અહીંનો ઈન્ચાર્જ કોણ છે, મુનાફને કેમ લાવ્યા છો, તમારી દાદાગીરી કાઢી નાખીશ તેમ કહી બૂમાબૂમ કરી સરકારી ફરજમાં રુકાવટ કરી હતી. સાથે પૂછપરછ ચાલુ હોવા છતાં મુનાફને બળજબરીથી પોલીસ ચોકી બહાર લઈ ગયા હતા. મેવાણીએ કોંગ્રેસ ઉમેદવારનો જાહેર પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો
આ ઉપરાંત ચૂંટણીનો જાહેર પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં અને બહારના વિસ્તારના વ્યક્તિઓએ મતદાન વિસ્તાર છોડી દેવાનો નિયમ હોવા છતાં MLA જિગ્નેશ મેવાણીએ મોડી રાત્રે પેથાપુર કસ્બા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારનો જાહેર પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. પેટ્રોલિંગમાં રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને પ્રચાર કરતા અટકાવતા જિગ્નેશ મેવાણીએ પેથાપુર સંજરી પાર્કમાં કોંગ્રેસ કાર્યાલય આગળ જઈ એક વીડિયો શૂટ કરાવ્યો હતો. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ
આ વીડિયોમાં તેમણે ઉચ્ચ અધિકારીઓ અને નીચલા દરજ્જાના પોલીસ કર્મચારીઓ વચ્ચે હોદ્દાના આધારે વિખવાદ, ધિક્કાર અને દ્વેષ ફેલાય તેવા કથનો કર્યા હતા. એટલું જ નહીં તેમણે પોલીસ વિશે વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી તે વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી વાઇરલ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પેથાપુર બાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મારી મા-બેન વિશે ગંદી ગાળો બોલનાર સામે કોઈ ગુનો દાખલ નહિઃ મેવાણી
24 કલાકમાં થયેલી બે ફરિયાદને લઈ ભારે રોષ સાથે પોલીસ અને ભાજપને આડેહાથે લેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ઠાકોર સમાજની 150 કરોડની જમીન ઘસી નાખનારા સરકારના એક દલાલ શિરોમણીની સામે છેલ્લા અઠવાડિયાથી બોલું છું, ત્યારથી એને એવા મરચાં લાગ્યા છે કે ધવલ દવે નામના ભાજપના જે આગેવાને મારી મા-બેન વિશે અભદ્ર, અશ્લીલ અને ગંદી ગાળો બોલી એની સામે ફોજદારી ગુનો દાખલ કરવાના બદલે છેલ્લા 24 કલાકમાં મારી વિરુદ્ધ બે FIR કરી છે. આ દલાલ શિરોમણીને કહેવા માગું છું કે, જેમ રાહુલજી કહે છે ને કે પ્રત્યેક FIR એ અમારી પર લાગેલો મેડલ છે, એમ આ FIR પણ મારા માટે મેડલ છે. ‘ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તોય તું અમારી દલાલી કરવા આવીશ’
વધુમાં કોઈનું નામ લીધા વગર કહ્યું કે પોલીસ કે તારી સરકાર કે તું જેની-જેની સામે ચાપલૂસી કરે છે, એ કોઈનાથી ડર્યો નથી ને ડરવાનો નથી. જો તે તારી માનું દૂધ પીધું હોય, તો જે મારી સામે 24 કલાકમાં બે FIR કરી, ભાજપના એક મંત્રી, એક વિધાયક, એક સાંસદની સામે તે આખી જિંદગીમાં FIR કરી? તારી ઓકાત છે? તારી ઓકાત ખાલી દલાલી કરવાની છે. કાલે ઊઠીને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તોય તું અમારી દલાલી કરવા આવીશ. દલાલી તારી ફિતરત છે, દલાલ શિરોમણી! ‘કોઈને પોલીસ ટાર્ગેટ કરશે તેના માટે હું લડીશ’
તારાથી થાય એટલા ભડાકા, થાય એટલી FIR કરી લેજે. તારાથી ડર્યા નથી, તારી પોલીસથી ડર્યા નથી, તારી સરકારથી ડર્યા નથી. આજીવન લડવાના છીએ, ડરવાના નથી. કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના સિપાઈને આ પ્રમાણે પોલીસ ટાર્ગેટ કરશે કે ગુજરાતની સાડા છ કરોડ જનતામાંથી કોઈને પણ ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં લઈ જશે, તો હું છોડાવવા જઈશ, હું લડીશ. તમારાથી થાય એટલી FIR કરી લેવાની.