પ્રથમ નોરતે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ, દિવ્યા ઠાકોરની સંગીતમય રજૂઆતથી ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા

પાટણ જિલ્લાના રાધનપુરમાં નવરાત્રી પર્વની શરૂઆત ભક્તિભાવ અને ઉત્સાહભેર થઈ છે. વારાહી હાઈવે પર આવેલા આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ‘માં નવરાત્રી રાધનપુર’ ગરબા મહોત્સવના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. માતાજીની આરતી અને જયઘોષ સાથે શરૂ થયેલા મહોત્સવમાં રાત્રિ દરમિયાન ગરબાની રમઝટ જામી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી

ગરબા મહોત્સવના પ્રારંભે યોજાયેલી માતાજીની આરતીમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, DYSP કૃણાલસિંહ પરમાર, PI આર.બી. વાધિયા અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આરતી બાદ ભક્તિમય માહોલમાં નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દિવ્યા ઠાકોરની ટીમે જમાવ્યો રંગ

આરતી પૂર્ણ થયા બાદ કલાકાર દિવ્યા ઠાકોર અને તેમની ટીમની સંગીતમય રજૂઆતથી ગરબા મહોત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલબદ્ધ સંગીત અને ગરબાનાં સૂર સાથે ખેલૈયાઓએ પરંપરાગત ગરબે ઘૂમીને પ્રથમ નોરાની ઉજવણી કરી હતી. સમગ્ર પાર્ટી પ્લોટમાં નવરાત્રીનો રંગ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

સુરક્ષા માટે CCTV અને સિક્યુરિટી વ્યવસ્થા

મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોવાથી ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખીને CCTV કેમેરા, બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુવ્યવસ્થિત આયોજન સાથે નવરાત્રીના પ્રથમ નોરાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.

રાધનપુરમાં ‘માં નવરાત્રી’ના પ્રારંભ સાથે જ નવરાત્રી પર્વનો માહોલ જામ્યો છે. આગામી નોરાઓમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!