દવાખાના સામે આવેલી દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ; ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી
![]()
![]()
![]()
![]()
![]()
![]()
કચ્છ જિલ્લાના ભચાઉ શહેરના રામવાડી વિસ્તારમાં આજે સવારે આશરે 11 વાગ્યાના સુમારે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતાં સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ડુંગરાણી સાહેબના દવાખાના સામે આવેલી દુકાનમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરતાં પહેલાં વીજળીનો પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
ફાયર ટીમની સમયસરની કામગીરીના પરિણામે દુકાનમાં રહેલા અંદાજે 90 ટકા જેટલા માલસામાનને બચાવી લેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા.
દુકાનમાં આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર ટીમની તાત્કાલિક કામગીરીથી મોટા પ્રમાણમાં માલસામાન બચાવી શકાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાનની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.
The Gujarat Live News અહેવાલ મનદીપસિંહ જાડેજા ભચાઉ

