CBIએ છેલ્લા કેટલાક દિવસોમાં ‘મહાદેવ ઓનલાઇન બુક એપ’ નામના ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ‘પેનલ ઓપરેટરો’ના ઠેકાણાઓ પર રેડ કરી છે. આ રેડ ગુજરાત સહિત 6 રાજ્યોમાં આવેલા 33 સ્થળો કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે. આ દરોડા, પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાન સલ્તનતમાંથી ભારત લાવ્યા (પ્રત્યાર્પણ કર્યા) બાદ તેણે આપેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા. રેડમાં મળેલા ડિજિટલ ડિવાઇસ અને મોબાઇલમાં હવાલા નેટવર્કનો ખુલાસો
આ દરોડા દરમિયાન, સક્રિય સટ્ટાબાજી અને જુગારની ‘પેનલ્સ’ (ઓપરેશનલ યુનિટ્સ) ચાલતી મળી આવી હતી, જેને બંધ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે જે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા ખાતા) અને ‘હવાલા નેટવર્ક’ના ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. CBI દ્વારા સૌરભ ચંદ્રાકરને 1 નવેમ્બરે ઓમાનથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. રાયપુર સ્થિત સ્પેશિયલ જજ (CBI કેસો)એ તેને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર CBIને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન, પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે અને ભારતમાં તેના ‘પેનલ ઓપરેટરો’નું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે, તે અંગેની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ પણ તેને બતાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છત્તિસગઢ રાજ્ય સરકાર પાસેથી કેસ મળ્યા બાદ, CBIએ ‘મહાદેવ ઓનલાઇન બુક’ કેસમાં બે FIR નોંધી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્લેટફોર્મ વિદેશમાં આવેલી મુખ્ય ઓફિસ (હેડ ઓફિસ) દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતમાં ‘પેનલ ઓપરેટરો’ના વિશાળ નેટવર્ક દ્વારા તેનું સંચાલન થાય છે. આ ઓપરેટરો ગ્રાહકોની ID સંભાળે છે, અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા કે ભાડે લીધેલા બેંક ખાતાઓમાં સટ્ટાબાજીના નાણાં એકત્ર કરે છે અને હવાલા માધ્યમથી નફો વિદેશ મોકલે છે. પોલીસ રિમાન્ડ પૂરા થતાં, સૌરભ ચંદ્રાકરને 12 નવેમ્બર, 2026ના રોજ રાયપુરના સ્પેશિયલ (CBI કેસો) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 19 નવેમ્બર,2026 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ
આ કેસમાં અન્ય આરોપીઓ (જેમાં વિદેશમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે), આ કામગીરીમાં મદદ કરનારા વ્યક્તિઓ અને સંડોવાયેલા સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. અન્ય ફરાર આરોપીઓને ભારત લાવવા (પ્રત્યાર્પણ કરવા) માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે. જનતાને ચેતવણી આપવામાં આવે છે કે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિઓ માટે પોતાનું બેંક ખાતું, સિમ કાર્ડ કે ઓળખના દસ્તાવેજો અન્ય વ્યક્તિઓને આપવા કે ભાડે આપવા એ પણ એક ગુનો છે અને તેના કારણે ખાતાધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સૌરભે 2017માં લીધી સટ્ટાબાજીની દુનિયામાં એન્ટ્રી
મહાદેવ સટ્ટાબાજીની એપ સૌરભ ચંદ્રાકર દ્વારા શરૂ કરવામાં આવી હતી. 2017માં રવિ ઉપ્પલ સાથે મળીને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા પૈસા કમાવવા માટે એક વેબસાઈટ બનાવી હતી. જોકે, શરૂઆતમાં આ વેબસાઈટના યુઝર્સ ઓછા હતા અને તેમાંથી ઘણી ઓછી કમાણી થઈ હતી. સૌરભ 2019માં નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ સૌરભે તેના મિત્ર રવિ ઉત્પલને પણ દુબઈ બોલાવ્યો હતો. રવિ દુબઈ પહોંચે તે પહેલાં સૌરભે સટ્ટાબાજીની વેબસાઈટ દ્વારા પૈસા કમાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પછી બંનેએ મહાદેવ બુક ઓનલાઈન નામથી બેટિંગ વેબસાઈટ અને એપ બનાવી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેનો પ્રચાર શરૂ કર્યો. મહાદેવ કંપનીના બિઝનેસને વિસ્તારવા સૌરભે બે રસ્તા અપનાવ્યા
પ્રથમ: સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઇન્ફ્લુએન્સર દ્વારા એપ્લિકેશનનો પ્રચાર કર્યો.
બીજો: અન્ય સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ્સ ખરીદી. લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક ઊભું કર્યું
ઓનલાઈન બેટિંગ એપ દ્વારા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે દેશમાં લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક બનાવ્યું હતું. દરેક પેનલ ઓપરેટર પાસે 200 ગ્રાહકો હતા જેઓ સટ્ટો લગાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે બંને રોજની 200 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. આ કાળાંનાણાંથી તેણે સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.