વડોદરા શહેરમાં દેવ દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા અને અન્ય કારણોસર આગ લાગવાના બનાવોમાં મોટો વધારો જોવા મળ્યો છે અને ગત રોજ સમગ્ર શહેરમાં આગના કુલ 26 બનાવો નોંધાયા હતા. આ પૈકી સોમા તળાવ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા સિલિન્ડર બ્લાસ્ટને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે દીવાલ પણ તૂટી ગઈ હતી, આ ઘટનામાં સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો
મળતી વિગતો અનુસાર, સોમા તળાવ વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન ફ્લેટના બીજા માળે ફટાકડાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી પ્રસરતા મકાનમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દરમિયાન આગની ઝપેટમાં આવતા ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ભીષણ આગની જાણ થતા જ ગાજરાવાડી અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફ્લેટમાં લાગેલી ભીષણ આગ અને સિલિન્ડર બ્લાસ્ટના ધડાકાને પગલે આસપાસના રહીશોમાં ભય અને ડરનો માહોલ છવાઈ ગયો હતો. આગના કારણે ફ્લેટમાં રહેલી ઘરવખરી બળીને ખાખ
મકાન માલિક અને હેડ ક્વાર્ટર ખાતે નોકરી કરતા વસંતભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પરિવાર ગામડે ગયેલ હતો. હું ઘરે જમીને હેડ ક્વાર્ટર ખાતે નોકરી ગયો અને તરતજ આસપાસ ના લોકોનો કોલ આવ્યો હતો. મારા ઘરમાં ફટાકડાના કારણે આગ લાગી અને તે વધુ ફેલાતા ઘરમાં રહેલા ટીવી,ફ્રીજ,એસી સહિત બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બોટલ બ્લાસ્ટ થતા દીવાલ પણ તૂટી છે. મારે સાત આઠ લાખનું નુકસાન થયું છે.

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!