વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવર પાસે આઈશર ટ્રક અને બોલેરો પીક અપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઈશર ટ્રકના ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોના નામ અક્સ્માત બાદની 3 તસવીર 6 ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
બોલેરો વાહનમાં કેટરિંગનો સામાન લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આઈસર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આઈશરનો ચાલક ટ્રક મૂકીને ફરાર
બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ આઈશર ટ્રકનો ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. બનાવને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર આઈશર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!