તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી, આજદિન સુધી કોઈ અધિકારીની મુલાકાત નહીં

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આવેલા રવેચીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં પરિસ્થિતિ વિકટ બની છે.

Oplus_131072

મળતી માહિતી મુજબ સવારે આશરે ૪ વાગ્યે પાણી ઘરોમાં ઘૂસી આવ્યાં હતાં.

સવારે વહેલી વેળા ૫ વાગ્યે જ લોકોએ તલાટી સાહેબને ફોન કરીને પાણીના નિકાલની માંગણી કરી હતી. પરંતુ દિવસભર “જેસીબી લઈને આવશું” એવો માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ગામલોકોના આક્ષેપ મુજબ આજદિન સુધી તંત્રના કોઈપણ અધિકારી કે પ્રતિનિધિએ ગામની મુલાકાત લીધી નથી.

જેના કારણે પ્લોટવાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

પાણી ભરાયા હોવાને કારણે રોજિંદા કાર્યોમાં અવરોધ ઉભો થયો છે અને બાળકો તથા વૃદ્ધોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સાથે તંત્રના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી પરિસ્થિતિનો તાગ લઈ ઝડપી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠાવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!