પાટણ જીલાના વારાહી ગામમાં થયેલા અતિભારે વરસાદે ગામના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં દરજી શૈલેષભાઈનું મકાન અચાનક ધરાશાય થઈ જતાં ભારે નુકસાન થયું છે.

આ ઉપરાંત બાજુમાં રહેતા પ્રજાપતિ મુલેશ્વર વિઠ્ઠલદાસનો વરંડો પણ ધરાશાય થયો હતો.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જોકે બંને પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
વરસાદના કારણે ઘરોની દિવાલો ભેજ પકડીને નબળી પડતાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ગામલોકોએ તંત્રને તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન કરીને અસરગ્રસ્તોને સહાય આપવાની માંગણી કરી છે.
વારાહી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસતા વરસાદથી લોકો ચિંતામાં મુકાયા છે.
The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

