ભાવનગર કોળી સેનાના જીલ્લા મહામંત્રી તથા મહુવા તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ જોળીયાએ તાજેતરમાં જિલ્લા પોલીસ અધીક્ષક તરીકે નિયુક્ત થયેલા નિતેશ પાંડે સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રમેશભાઈ જોળીયાએ નવા એસ.પી. સાહેબને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોતાના સહકારની ખાતરી આપી હતી. સાથે જ જિલ્લામાં જનહિત અને નાગરિકોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. નિતેશ પાંડે સાહેબે શુભેચ્છા મુલાકાત બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં જિલ્લાનાં નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સ્નેહસભર વાતાવરણમાં વિવિધ સામાજિક અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચા થવા પામી હતી.
The Gujarat Live News
અહેવાલ. અશ્વિન ચાવડા- મહુવા
