બનાસકાંઠા જિલ્લાની સહકારી દુનિયામાં હંમેશા કેન્દ્રસ્થાને રહેતી અને એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણી આ વખતે પણ ખાસ ચર્ચામાં રહી છે. જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે આ ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નહીં પરંતુ સહકાર ચળવળની દિશા નક્કી કરતી ઘટના ગણાય છે.
15 બેઠકો પર બિનહરીફ ચૂંટણીઓ
![]()
![]()
ડેરીના કુલ 16 ડિરેક્ટર પદમાંથી અત્યાર સુધીમાં 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તાલુકાવાર સમરસતા થવાને કારણે ચૂંટણીના ઝંઝાટમાં પડ્યા વિના સહકારી માળખામાં વિશ્વાસનો સંદેશો ફરી એકવાર વ્યક્ત થયો છે.
તાલુકાવાર બિનહરીફ થયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે:
રાધનપુર: શંકરભાઈ ચૌધરી
સાંતલપુર: રાધાભાઈ આહીર
દિયોદર: રમીલાબેન ચૌધરી
લાખણી: તેજાભાઈ ભુરીયા
થરાદ: પરબતભાઈ પટેલ
ધાનેરા: જે.કે. પટેલ
ડીસા: કમળાબેન આલ
વાવ: માનીબેન ચૌધરી
સુઈગામ: મુળજીભાઈ ચૌધરી
ભાભર: અંબાબેન ચૌધરી
દાંતીવાડા: પી.જે. ચૌધરી
વડગામ: ફળજીભાઈ પટેલ
અમીરગઢ: ભાવાભાઈ દેસાઈ
કાંકરેજ: બાબુભાઈ ચૌધરી
પાલનપુર: ભરતભાઈ પટેલ
દાંતા બેઠક પર હજી હરીફાઈ યથાવત
હાલ માત્ર દાંતા તાલુકાની બેઠક પર જ હરીફાઈ જોવા મળી રહી છે. જો આ બેઠક પર પણ સમરસતા સર્જાશે તો સમગ્ર 16 સભ્યોની ડિરેક્ટર મંડળી બિનહરીફ બનશે.
The Gujarat Live News

