રામનગરમાં શોકની લાગણી રાધનપુરના ભીલોટ રોડ પર ગઇ રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે રામનગરના રહેવાસી યુવાન સ્વ. ગોપાલભાઈ જયંતિભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.
અકસ્માતની જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ દોડી જઈ મદદરૂપ થઈ અને પોલીસને જાણ કરી.
ઘાયલ થયેલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ ગોપાલભાઈને બચાવી શકાયા નહોતા.
અચાનક થયેલા આ અકસ્માતથી ઠાકોર પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
રામનગર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
સ્થાનિકોએ પરિવારને સંવેદના વ્યક્ત કરી છે તથા પ્રભુ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
