ગાંધીનગરમાં નવરાત્રિના આઠમા નોરતે ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબાના આંગણે ભક્તિ અને દેશભક્તિના સંગમ સાથે દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ સાથેની મહાઆરતીમાં હજારો દીવડાઓ થકી એક અલૌકિક આકૃતિનું નિર્માણ કરીને ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન જયભાઈ શાહ અને તેમના પત્ની રિશિતાબેન શાહ, તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનસાગરે તાળીઓના ગડગડાટથી અલૌકિક દ્રશ્યોને વધાવી લીધા
આ આકૃતિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઇચ્છાશક્તિ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્ય દ્વારા કરાયેલા શૌર્યનું પ્રતીક હતી. સ્ક્રીન ઉપર આ અદભૂત અને અલૌકિક દૃશ્ય દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધાવી લીધી હતી. વાતાવરણ ભક્તિમય બની ગયું
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તોએ અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતીમાં સામેલ થયા હતાં. ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી મા અંબાની આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન અપાયું
મહાઆરતી બાદ ‘ઓપરેશન સિંદૂર’ ઉપર રચાયેલા ખાસ ગરબાની ધૂન પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતાં. આ ભવ્ય અને દિવ્ય આયોજનને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.