ગાય માતા માટે જન જાગૃતિ ફેલાવવા પર વધુ ભાર આપવામાં આવશે.

શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત 9 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 8 વાગે શ્રી વાળીનાથ મહારાજ મંદિર, તરભના મહંત શ્રી જયરામગીરી મહારાજના શુભ હસ્તે સવારે 8:00 વાગે શ્રી ગણપતિ મંદિર ઐઠોરથી શુભ પ્રસ્થાન કરી ઊંઝા તાલુકાના 36 જેટલા ગામડાઓમાં અગાઉથી નક્કી કરેલ રૂટ મુજબ 5 દિવસ પરિભ્રમણ કરશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સેવકોની અથાગ તૈયારીઓ ચાલી રહી છે.
દરેક ગામમાં ગ્રામજનો સામૈયું અને સ્વાગત કરશે.
કંકુ-ચોખા-ફૂલથી ગૌ માતાની પૂજા અને આરતી કરાવવામાં આવશે.
અને ગૌ માતા પ્રત્યે ભક્તિ ભાવ જાગે તે માટે 20 મિનિટનો ગૌ મહિમા ગવાશે.
તમારા ગામમાં માં ઉમિયાના વાહન ગૌ વંશનો રથ આવે ત્યારે સમગ્ર ગ્રામ જનોએ ઉપસ્થિત રહેવા સ્વામી શ્રી કરપાત્રી ગૌ સેવા સમિતિ, ઊંઝાના આયોજકો-સેવકો તરફથી વિનંતી કરવામાં આવી છે. ટૂંકા ભવિષ્યમાં શક્ય તમામ રીતે ગાયોને વધુમાં વધુ પીડામુક્ત કરવાનું અને શક્ય તમામ સગવડો આપવાનું આયોજકોનું આયોજન છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
