આજકાલ પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે આજે 19 જૂન વડોદરા શહેરના સમા કેનાલ પાસે વાહનચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં હાજર PSI દ્વારા વાહનચાલકને થપ્પડ મારવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલો હાલમાં સમા પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે ટ્રાફિક એસીપી જેઆઈ વસાવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે મને જાણ થઈ છે. હાલમાં હું મિંટિંગમાં છું, બાદમાં તપાસ કરી જણાવીશ. ગાડી ડિટેઇન કરવાની વાત કરવામાં આવતા મામલો ગરમાયો
વડોદરાના સમા પોલીસ મથક હદ વિસ્તારમાં સમા કેનાલ પાસે એક વાહન ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ હોવાથી તેને રોકવામાં આવે છે. બાદમાં ચલણ કર્યા પછી તેની ગાડી ડિટેઇન કરવાની વાત કરવામાં આવતા મામલો ગરમાય છે અને ઉગ્ર બોલાચાલી થાય છે. બાદમાં અમને સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવે છે. વાહનચાલકે કહ્યું- મને ચાર પાંચ લાફા માર્યા છે
દરમ્યાન હાજર PSI દ્વારા વાહન માલિકને લાફો ઝીંકી દેતા મામલો ઉગ્ર બને છે અને બાદમાં આ મામલો સમા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાહન ચાલકે જણાવ્યું કે, અમે ચલણ ભરવા તૈયાર હતા છતાં અમારી ગાડી ડિટેઇન કરવાનું કહ્યું હતું. મને ચાર પાંચ લાફા માર્યા છે, એક જ લાફાનો વીડિયો સામે આવ્યો છે. મારે તેઓની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. આમને સામને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ
હાલમાં આ બનાવને લઈ સમા પોલીસ મથકમાં આમને સામને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસના પીએસઆઈ દ્વારા કરવામાં આવેલા આ વર્તનને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. આ પણ વાંચો ‘પટ્ટા ઉતારી નાંખીશું, ક્યાં મર્યો તો, ટ્રાફિક સાફ કર’, VIDEO ગત 9 જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને હુમલાનો બનાવ સામે આવ્યો હતો. રંગોલી ચોકડી નજીક ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાન સાથે બે શખ્સે ઉશ્કેરાઈને ગાળો ભાંડી હુમલો કર્યો હતો. તેમજ ASIને ગળું પકડી ધક્કો માર્યો હતો. આ ઘટનાને લઈને વરતેજ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) 19 ડિસે.એ અમદાવાદમાં હેડ કોન્સ્ટે. અને વકીલ યુવતી વચ્ચે ગાળા ગાળી થઈ હતી
19 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસે બંસરી ઠક્કર નામની વકીલ યુવતીને રોકતા પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. યુવતીએ ગાળો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો.અત્યાર સુધી આઇડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનું વીડિયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ આ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું હતું. બોડી વોર્ન કેમેરા દ્વારા રકોર્ડ થયેલા વીડિયોમાં યુવતીએ ID કાર્ડ ફેંક્યુ કે પડ્યું હોવાનું દેખાઈ છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને બે બાપના અને બાયલા સહિતની 16 વખત ગંદી ગાળો આપી હતી, સામે પોલીસ કર્મચારીએ પણ ત્રણ ગાળો આપી હતી. આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)