દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહાનગરો જેવા કે અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદનું જોર વધશે. ભાવનગર, અમરેલી અને બોટાદમાં 26 ઓક્ટોબરે ઓરેન્જ એલર્ટ જારી થયું છે જ્યારે 21 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માંગરોળના દરિયાકાંઠે નંબર-3ના સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં અસર
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ 26-27 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ શકે છે. વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે અને શહેરીજનોને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોની જિલ્લાવાર આગાહી નીચે મુજબ છે: 26 ઓક્ટોબર (ઓરેન્જ અને યલો એલર્ટ)
ઓરેન્જ એલર્ટ: ભાવનગર, અમરેલી, બોટાદ (ભારેથી અતિભારે વરસાદ).
યલો એલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર (21 જિલ્લા). 27 ઓક્ટોબર (યલો એલર્ટ) 28 ઓક્ટોબર (યલો એલર્ટ) ખેડૂતો અને નાગરિકો માટે ચેતવણી
આ માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ચિંતા ખેડૂતોમાં વ્યાપી છે, કારણ કે પાકની કાપણીનો સમયગાળો ચાલી રહ્યો છે. હવામાન વિભાગે નાગરિકોને જરૂરી તૈયારીઓ સાથે સાવચેત રહેવા અને વરસાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સલાહ આપી છે. તંત્ર પણ સંભવિત જોખમો સામે સજ્જ થઈ ગયું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. દરિયાકાંઠે જોખમ અને માછીમારો માટે સૂચના
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની અસરથી દરિયો તોફાની બનવાની શક્યતા છે. આને પગલે ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1નું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના રહેવાસીઓને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!