થેલીમાં ભરેલી માટીમાં ઉગેલા તલના છોડને ને હવે તલ આવવા થયા પણ તંત્ર સફાઈ માટે જાણે નવરું નથી,,!!

આજ વહેલી સવારે પવન સાથે શરૂ થયેલા વરસાદમાં ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પથી શ્રી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રીઝ પર પાણી ભરાઈ રહેવાથી ચિકાસમાં બાઈકો લપસી પડવાનો ભય ઉભો થયો છે.

દિવાળી પુરી થઇ છતાંય સ્થાનિક ટા તંત્રે ઓવરબ્રીઝ પર યોગ્ય સફાઈ ના કરાવવાથી મોટી રેત, કોક્રીટ છૂટી પડી ઉડે તો વાહનચાલકો માટે જોખમરૂપ બની શકે છે.

સતત પોગ્રામો અને પ્રસિદ્ધિ માટેના કાર્યક્રમો પાછળ જ વ્યસ્ત રહેતા નેતાઓને સામાન્ય લોકોની કોઈ પરવા નથી હોતી તે આ મુદ્દે સ્પષ્ટ દેખાઈ આવે છે.

આવતા-જતા ગાડીઓમાં ફરતા નેતાઓ કે હોદ્દેદારોના નઝરે આ બધુ નહિ આવતું હોય કે તેમને કામ કરવાની દાનત નથી તે એક વિચારવા જેવી બાબત છે.

હવે ઓવરબ્રીઝની સફાઈ હવે કોણ અને ક્યારે, કેવા મુર્હતમાં કરાવે છે તે હવે જોવાનું રહ્યુ.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!