સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જો કે, પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 3 વર્ષીય બાળકને એક શખસ ઉઠાવી ગયો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ 200 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું. બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદઈરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપી પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું. પરંતુ, વધુ પૂછપરછ કરતા પોતાનું સાચુ નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપી એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બપોરે ચાર વાગ્યે જાહેર રસ્તા પરથી બાળકને ઉઠાવ્યું
બનાવની વિગતો મુજબ, તારીખ 29/10/2025 ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી, આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નં. 55 ખાતે આ ઘટના બની હતી. ફરિયાદીનો ત્રણ વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઊંચકીને લઈ ગયો હતો. બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે. બાળકની માતા સાધનાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે. તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં સ્પષ્ટપણે દેખાયું કે એક અજાણ્યો માણસ માસૂમ અનિકેતને ઊંચકીને જઈ રહ્યો છે. આ દ્રશ્યો જોતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 200 થી વધુ CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવાઈ
ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી. કેસની ગંભીરતા જોતાં પોલીસે બનાવની જગ્યાની આસપાસના વિસ્તારના 200થી પણ વધુ CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી. હ્યુમન સોર્સીસને પણ કામે લગાડવામાં આવ્યા હતા, જેથી આરોપીને ગમે તે ભોગે ઝડપી શકાય.પોલીસની આ સઘન અને ઝડપી તપાસના આધારે, અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી. આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ (ઉંમર: 27) છે, જે પટેલનગર, હરીનગર વિભાગ-2ની સામે, ઉધના ખાતે રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો, પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો. તેનું રહેઠાણ ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું. પોલીસે પકડ્યો તો આરોપીઓ ખોટી ઓળખ આપી
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ તેના ઘરેથી પકડી પાડ્યો હતો. પોલીસે બાળકના અપહરણ પાછળ બદઈરાદાની આશંકા વ્યક્ત કરી છે. જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો. શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી, પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ જણાવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માત્ર એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને બાળકના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી-ફોસલાવીને અપહરણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અપહરણના આ સમચાર પણ વાંચોઃ
1 બાળક માટે આધેડ મહિલા 3 શહેરોમાં 3 દિવસ ભટકી સુરતમાં બાળકની લાલસાને કારણે અપહરણનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના લીલાપોર ગામની રહેવાસી 50 વર્ષીય વિધવા મહિલાને બાળક મેળવવાની તીવ્ર ઇચ્છા હતી. આ માટે તે ત્રણ દિવસ સુધી વડોદરા, હાલોલ અને સુરતમાં ભટકી હતી. અંતે સુરતના લાલગેટ વિસ્તારની ફૂટપાથ પરથી માતાની ગેરહાજરીમાં સૂતેલા 4 વર્ષના બાળકનું અપહરણ કરીને તે ટ્રેન મારફતે વલસાડ ભાગી ગઈ હતી. જોકે, સુરત ક્રાઇમ બ્રાન્ચે 800થી 1000 જેટલા CCTV ફૂટેજની ચકાસણી કરી અને મહિલા આસામ ભાગી જાય તે પહેલાં જ ધરપકડ કરી બાળકને સહીસલામત મુક્ત કરાવ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!